હિન્દ ન્યુઝ,
ગુજરાત સરકારના માહિતી-પ્રસારણ વિભાગ અને કમ્યુનિકેશન ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા MICA વચ્ચે MoU; માહિતી કમિશનર કે. એલ. બચાણી અને MICA વતી એસોસિએટ ડીન પ્રોફેસર સુરેશ મલોડિયા તેમજ CDMC-MICAના ચેર ડૉ. મનીષા પાઠક શેલત દ્વારા સમજૂતી-પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આ MoU અંતર્ગત માહિતી વિભાગના અધિકારીઓને આધુનિક કમ્યુનિકેશન પ્રવાહોથી અવગત કરાવવા ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી, સ્ટેકહોલ્ડર એન્ગેજમેન્ટ, સોશિયલ મીડિયા આઉટરીચ, આર્કાઇવિંગ અને ડોક્યુમેન્ટેશન, મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસી, લીડરશીપ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવશે.
