નિકાવાના યુવા ઉત્સાહી સરપંચ રાજેશભાઈ મારવીયા દ્વારા સંપુર્ણ લોકડાઉન જાહેર કરેલ છે

હિન્દ ન્યૂઝ, નિકાવા 

કાલાવડના નિકાવા ગામે કોરોનાના કેસો દિનપ્રતિદિન તેજ ગતિએ વધી રહ્યા છે ત્યારે આ સંક્રમણની ચેઈનને તોડવા તારીખ ૦૮/૦૪/૨૦૨૧ થી ૧૫/૦૪/૨૦૨૧ સુધી સાંજે ૭ થી સવારના ૬ સુધી નિકાવાના યુવા ઉત્સાહી સરપંચ રાજેશભાઈ મારવીયા દ્વારા સંપુર્ણ લોકડાઉન જાહેર કરેલ છે અને સાથો સાથ તમામ ગ્રામજનોએ સાવચેત રહેવું અને માસ્ક ફરજીયાત પહેરવું તેમજ જરૂરી કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળવુ તેવો અનુરોધ કર્યો, સાથો સાથ કોઈ પણ વેપારીઓએ માસ્ક પહેર્યા વિનાના ગ્રાહકોને માલ આપવો નહીં તેવી સ્પષ્ટ સુચના આપી છે તેમજ કોવિડ ગાઇડલાઇન્સના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવા ખાસ વિનંતી કરેલ. ગામલોકોને કોરોના મહામારીથી બચવા ખાસ કાળજી લેવી અને સચેત રહેવા વિનંતી કરેલ છે.

રિપોર્ટ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment