હિન્દ ન્યુઝ, આણંદ
ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર આણંદ જિલ્લામાં તારીખ 15, 16 (શનિ – રવિ) અને 22, 23 (શનિ – રવિ) ના રોજ આણંદ જિલ્લાના તમામ મતદાન મથકે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી બી.એલ.ઓ. ઉપસ્થિત રહેશે, જે જિલ્લાના મતદારોને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જરૂરી માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડશે.
જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના મતદારોને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમના આ ખાસ દિવસો દરમિયાન તેમના વિસ્તારના સંબંધિત મતદાન મથકે જઈ, બી.એલ.ઓ.ની મુલાકાત લઈને તેમના ગણતરી ફોર્મ ભરી, પરત કરવા અપીલ કરી છે. “

