ન્યાય પ્રણાલીના વાહકોને અભિનંદન ! ⚖️

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   ગાંધીનગરના કોબા ખાતે ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટ્સને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા. જેમાં વિવિધ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.

ન્યાય પ્રક્રિયામાં જેમની મુખ્ય ભૂમિકા છે, તેવા એડવોકેટ્સને નોટરી તરીકે ઉત્તમ કાર્ય કરવા માટે શુભકામનાઓ આપી. તેમના સહયોગથી ન્યાય વ્યવસ્થા વધુ મજબૂત, પારદર્શક અને સરળ બની છે અને આવા ઉપક્રમો ગુજરાતમાં કાયદાકીય ક્ષેત્રને વિકસિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

આગામી સમયમાં આ એડવોકેટ્સના યોગદાનથી નાગરિકોને દસ્તાવેજીકરણ અને તમામ કાયદાકીય કાર્યોમાં વધુ લાભ મળશે તેવી આશા છે.

Related posts

Leave a Comment