હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા
ગણાત્રા ફાઉન્ડેશન યુ.કે. તેમજ શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ, ખંભાળિયા ના સયુંકત ઉપક્રમે પિતૃપક્ષ નિમિતે તેમજ દિવાળી નિમિતે જે સેવા કાર્યક્રમો થઈ રહ્યા છે જેના ભાગરૂપે મારૂતિનંદન ગ્રુપ ના સુરેશભાઈ મહંત તેમજ તેમની ટીમ દ્વારા બટુક ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું. તદ્દઉપરાંત હિતેનભાઈ ગણાત્રા ના આર્થિક સહયોગથી શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકો ને મદદરૂપ થવાના આશય થી આશરે ૩૦ જેટલી કીટનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. પિતૃપક્ષ માં ગાયોની સેવા, પશુ પક્ષીઓની સેવા તેમજ બટુક ભોજન, બાવા સાધુઓને ભોજન જેવા કાર્યક્રમો દ્વારા પિતૃઓની આત્માને શાંતિ મળે તેમજ પુણ્યનું ભાથું બાંધીએ એ આશયથી આ કાર્યક્રમો કરવામાં આવેલ હતા. આ ઉપરાંત દિવાળી ની ઉજવણી ના સંદર્ભ માં પણ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ૧૧૦ રઘુવંશી જરૂરિયાતમંદ પરિવારો ને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને મીઠાઈ પણ દાતાશ્રી ના સહકારથી આપવામાં આવી હતી. આ તબક્કે યુ.કે. થી દાતાશ્રી દ્વારા પિતૃ તર્પણ સેવા તેમજ દિવાળીની સેવા ના ભાગરૂપે હિતેનભાઈ દિનેશભાઈ ગણાત્રા, દિનેશભાઇ ગણાત્રા, શ્રીમતી ગીતાબેન નરેન્દ્રકુમાર ખગ્રામ, જગદીશ ગણાત્રા તેમજ તુલસીદાસ સવજાણી તરફથી ડોનેશન પ્રાપ્ત થયેલ હતું. સર્વે દાતાશ્રીઓ નો જલારામ અન્નપૂર્ણા ગુહ ચેરીટેબલ ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે તેમજ આ સેવામાં હજુ પણ દાતાઓ નો સહકાર મળે તેવી આશા વ્યકત કરે છે.
રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા