હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના માર્ગદર્શન હેઠળ ગુજરાત લાઇવલીહુડ દ્વારા કોવીડ ગાઇડલાઇનને ધ્યાનમાં રાખી જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત સખીમંડળની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્તુઓના વેચાણ માટે તા.૨૭/૧૦/૨૦૨૧ થી ૩૧/૧૦/૨૦૨૧ સુધી સવારે ૧૦-૦૦ કલાકથી રાત્રે ૮-૦૦ કલાક દરમિયાન મ્યુનિસીપાલિટી હાઇસ્કુલ, જુના શાક માર્કેટની બાજુમાં વલસાડ ખાતે પ્રાદેશિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
રિપોર્ટર : કુંજન મોદી, વલસાડ