હિન્દ ન્યુઝ, લાખણી
દિયોદર તાલુકાના મીઠી-૫ પાલડીને અડીને આવેલા મોજરૂ ગામના વતની ઠાકોર રાજેશ કુમાર જવાનજી એ નેપાળ ખાતે ચાર દેશોની નેશનલ કક્ષાએ યોજાયેલ ૨૦૨૧ રમત ગમત કાર્યક્રમ અંતર્ગત ૩૦૦૦ મીટર દોડમાં પ્રથમ નંબર સાથે ગોલ્ડ મેડલ મેળવી ઈતિહાસ સર્જી ગઈ કાલે પોતાના માદરે વતન મોજરૂ ગામે પધારતા જ્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામા આવ્યું હતું. ઉપરોક્ત સ્વાગત કાર્યક્રમમાં વર્તમાન ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ, મામલતદાર એમ .બી દરજી, તાલુકા પંચાયત પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા તેમજ રાજકીય અગ્રણીઓ વડીલો વિગેરે મોટી માત્રામાં ઉપસ્થિત રહી રમતવીરનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વર્તમાન ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય એ પ્રાસંગિક પ્રવચન પણ કર્યું હતું. અને માતરે વતન આવેલા રાજેશ કુમાર જવાન જી ઠાકોર નું સમગ્ર મોજરું ગામ અને ગુજરાત માં નામ રોશન કરવા બદલ સૌ કોઇ વડીલો એ આશીર્વાદ આપ્યા હતા.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી