હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા તથા એન.એન.સી.ડી. વિભાગ દ્વારા આજ તા.૧૦/૦૩/૨૦૨૩ ના રોજ ડીમોલીશન કરવામાં આવેલ છે. શહેરના વેસ્ટ, સેન્ટ્રલ તેમજ ઇસ્ટ ઝોનના વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની, રસ્તા પૈકી તેમજ વોંકળા પૈકીની જમીનમાં ગેરકાયદેસર દબાણ/પેશકદમી કરવામાં આવતાં અત્રેથી તા.૧૭/૨/૨૦૨૩ ના રોજ પત્ર પાઠવી સદરહુ ગેરકાયદેસર દબાણ દુર કરી, જમીન ખુલ્લી કરવા જણાવવામાં આવેલ, તેમ છતાં આસામીઓ દ્વારા આ દબાણ દુર કરવામાં ન આવતાં આજ તા.૧૦/૩/૨૦૨૩ના રોજ નીચેની વિગતેના કુલ ૬ સ્થળોએ ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરી, રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની, રસ્તા પૈકી તેમજ વોંકળા પૈકીની કુલ ૨૬૫ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે. જેની અંદાજીત કિંમત રૂ. ૧.૩૦ કરોડ થાય છે.
ક્રમ | વોર્ડ નં. | ગેરકાયદેસર દબાણનું સ્થળ | દબાણ ગ્રસ્ત જમીનની વિગત |
૧ | ૧ | એરપોર્ટ દિવાલ પાસે, અક્ષરનગર (ગાંધીગ્રામ સામે) | ટી.પી. તથા ઇન્ટરનલ રોડ પૈકીની જમીન |
૨ | ૧ | ગોવિંદનગર, અરપોર્ટ દિવાલ પાસે, વેલનાથ ચોકથી અંદર | ઇન્ટરનલ રોડ પૈકીની જમીન |
૩ | ૨ | ભોમેશ્વર પ્લોટ પોલિસ હેડ ક્વાર્ટરની દિવાલની બાજુમાં | રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની જમીન |
૪ | ૩ | પરસાણા નગરનાં હોકળામાં | વોંકળા પૈકીની જમીન |
૫ | ૩ | રઘુનંદન સોસાયટી, પોપટપરા | વોંકળા પૈકીની જમીન |
૬ | ૯ | નટરાજનગર વાળી આવાસ યોજના | સરકારી તથા ટી.પી. રોડ પૈકીની જમીન |
ઉપરોક્ત વિગતેના દબાણ/બાંધકામ બપોરે ૧:૦૦ કલાક સુધીમાં દુર કરવામાં આવેલ છે અને હાલ ડીમોલીશનની કામગીરી ચાલુ છે આખા દિવસ દરમ્યાન ચાલશે તેવો અંદાજ છે.
આ કામગીરીમાં ટાઉન પ્લાનીંગ શાખાનો તમામ સ્ટાફ, રોશની શાખા, જગ્યા-રોકાણ શાખા, એ.એન.સી.ડી. વિભાગ, ફાયર બ્રિગેડ શાખાનો સ્ટાફ હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન સ્થાનિકે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ.