સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડનાં કામ માટે ૧૩૮ અરજદારોનાં સફળ રજિસ્ટ્રેશન કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ

પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે જુદી જુદી તારીખોએ સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન તા.૩૦-૧૦-૨૦૨૧ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી વિધાનસભા-૬૮ (વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫ અને ૧૬)માં સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી કોમ્યુનિટી હોલ, પેડક રોડ, રાજકોટ ખાતે કરાયું હતું. જેમાં આધાર કાર્ડનાં કામ માટે કુલ ૧૩૮ અરજદારોનાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કાર્ય માટે આધાર કાર્ડ રજિસ્ટ્રેશન માટે કુલ પાંચ કિટ અને દસ કર્મચારીઓએ સવારે ૯.૦૦ વાગ્યાથી ફરજ બજાવી હતી. રજિસ્ટ્રેશન કરાવવા આવનાર નાગરિકો માટે પીવાના પાણી અને બેસવાની વ્યવસ્થા પણ શાખાધિકારી એન.એમ.આરદેશણા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment