હિન્દ ન્યૂઝ, સુઈગામ
કોરોના વાયરસ મહામારીને રોકવા વેક્સિનના ડોઝ માટે અગાઉ પણ સરકાર ને રજુઆતો કરવામાં આવેલ છે. કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા વેક્સિનનો બીજો ડોઝ આજે સુઈગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, લીબાળા ના આરોગ્ય કર્મચારીઓ અને આશાવર્કર દ્વારા નેસડા (ગોલપ) ગામે પ્રાથમિક શાળામાં કોરોના વાયરસ સંક્રમણ વધતુ અટકાવવા વેક્સિનનો બીજો ડોઝ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. નિવૃત BSF જવાન ગણેશજી લખમણજીએ પણ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો અને વેક્સિન લેવાથી કોઈ પણ આડ અસર થતી નથી, માટે તમામને રસી લેવા અનુરોધ કર્યો હતો. આ કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમણ મહામારીને અટકાવવા વેક્સિનેશન સરકાર શ્રીની ગાઈડ લાઈન મુજબ શોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝનનો કાર્યક્રમ આરોગ્ય કર્મચારી નવિન ભાઈ પ્રજાપતિ (ફાર્માસિસ્ટ PHC,લીંબાળા), ભરત ભાઈ ચૌધરી (મલ્ટી પ્રપોઝ હેલ્થ વર્કર, પાડણ), પ્રિયંકા બેન ચૌહાણ (LR PHC,લિંબાળા), શ્રીમતી ગીતા બેન મનજી ભાઈ રાઠોડ(આશા વર્કર, નેસડા,(ગોલપ) દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો અને પ્રા. શાળા આચાર્ય ઈશ્વર ભાઈ રાજપુતે વેક્સિનેશન કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી.
અહેવાલ : વેરસી ભાઈ રાઠોડ, સુઈગામ