સુઈગામ તાલુકાના કાણોઠી ગામને સેનેટરાઈઝ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુઈગામ 

    વૈશ્વિક કોરોના વાયરસ સંક્રમણ મહામારીએ માજા મૂકતાં સરહદી સુઈગામ તાલુકા પંથકના કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે કોરોના વાયરસ સંક્રમણ મહામારી ને અટકાવવા સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલ બેન આંબલિયાની સુચનાથી સરહદી તાલુકાના કાણોઠી ગામમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી હરેશ ભાઈ સોલંકી ના અને સરપંચ જોષી ગંગારામ ભાઈ હેમજી દ્વારા 400 લિટર પાણીમાં સોડિયમ હાઈપોક્લોરાઇડ દવાનુ મિશ્રણ કરી અને કાણોઠીને ગામને કોરોના મહામારીમાંથી સુરક્ષિત રાખવા ગામના તમામ મહોલ્લા, શેરીઓ, રામજી મંદિર તેમજ જાહેર સ્થળ કાણોઠી ગામના દેવપુરા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા, વૃદ્ધાશ્રમ,શિવજી મંદિર, કાણોઠી ગ્રામપંચાયત, આંગણવાડી કેન્દ્ર-1.દુધ ડેરી, તમામ જગ્યાએ ટ્રેકટર વડે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ટ્રેકટર પ્રેશરપંપ નોજલ દ્વારા ગ્રામ પંચાયતના પટાવાળા અને બ્રાહ્મણ વિરમજી ભાઈ ગંગારામ ભાઈએ દવા છાંટવા ભારે જહેમત ઉઠાવી હતી અને ગામના જાગૃત નાગરીકોએ ખૂબ સાથ સહકાર આપ્યો હતો.

અહેવાલ : વેરસી ભાઈ રાઠોડ, સુઈગામ

Related posts

Leave a Comment