આગામી વર્ષાઋતુ-૨૦૨૧ની પૂર્વ તૈયારી અંગે ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, નડિયાદ 

ખેડા જિલ્‍લામાં આગામી માસમાં ચોમાસાની શરૂઆત થનાર હોઇ પૂર, વાવાઝોડા જેવી પરિસ્‍થિતિમાં સાવચેતીના પગલા લેવા ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરી, નડિયાદ ખાતે મીટિંગ યોજાઇ હતી. કલેકટરએ સંભવિત પૂર/વાવાઝોડાની પરિસ્‍થિતિમાં તાત્‍કાલિક સંપર્ક કરી શકાય તે માટે મામલતદારો, ગામના સરપંચ, તલાટીઓ તેમના ગામના આગેવાનોના ટેલિફોન નંબર અદ્યતન કરવા જણાવ્‍યું હતું. આ ઉપરાંત કાંસની સફાઇ કરવી, બિન જરૂરી વૃક્ષો કાપવા, માર્ગો અને પુલોનું જરૂરી રિપેરીંગ કામ કરાવવા તેમજ ડીઝાસ્‍ટર પ્‍લાન અપડેટ કરવા જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. 

જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલએ જણાવ્‍યું હતું કે, જિલ્‍લામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓએ પોતાની ફરજના સ્‍થળે હાજર રહેવાનું રહેશે અને સ્‍થળ છોડતા પહેલા/રજા ઉપર જતા પહેલા જિલ્‍લા કલેકટર/નિવાસી અધિક કલેકટરને એ બાબતની જાણ કરવાની રહેશે જેથી સંભવિત આગોતરા પગલા લેવાના થાય ત્‍યારે ઝડપથી કાર્યવાહિ કરી શકાય. આ બેઠકમાં નાયબ કલેકટરઓ, મામલતદારઓ તેમજ જિલ્‍લાના અધિકારીઓ/તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીઓ તથા મામલતદારઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment