જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બીનવિવરિત સાયકલો ની હરરાજી કરવાની અખબારી યાદી

હિન્દ ન્યુઝ, ભાવનગર       આથી જણાવવામાં આવે છે કે શિક્ષણ શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર ખાતે સરકારના શિક્ષણ વિભાગમાંથી ઈડીએન-૯ હેઠળ વર્ષ ૨૦૧૪-૧૫માં ફાળવવામાં આવેલ સાયકલ પૈકીની બિન વિતરિત રહેલ સાયકલો જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં જાહેર હરાજીથી નિકાલ કરવાનો હોય રસ ધરાવતા ઇસમોએ હરાજીમાં ભાગ લેવા હરાજીના સ્થળે હાજર રહેવા જણાવવામાં આવે છે. હરાજીમાં ભાગ લેવા માટે હરાજી શરૂ કરતા પહેલા રૂ.૫૦૦૦/-ડિપોઝિટ (રિફંડેબલ) સરકારશ્રીમાં ચેકથી જમા કરાવવાની રહેશે. ચેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ રજૂ કરવાનો રહેશે. તે સિવાય હરાજીમાં ભાગ લઈ શકાશે નહિ. હરાજીની તમામ શરતો હરાજી પહેલા વાચી…

Read More

જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર  જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી આયોજન હોલ ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત…

Read More

ભાવનગર ખાતે લશ્કરી ભરતીમેળાનું સફળ આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  આર્મી ભરતી કાર્યાલય, જામનગર દ્વારા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ભાવનગર ખાતે લશ્કરી ભરતીમેળાનું આયોજન તા.૧૧/૦૭/૨૦૨૪ થી તા.૧૯/૦૭/૨૦૨૪ દરમિયાન થયેલ હતું. જેમાં સૌરાષ્ટ્ર, પાટણ અને કચ્છ જિલ્લાનાં આશરે ૫,૦૦૦ જેટલા ઉમેદવારોએ અગ્નિવીર જનરલ ડ્યૂટી, અગ્નિવીર ટ્રેડમેન, અગ્નિવીર ટેકનિકલ અને અગ્નિવીર ઓફીસ આસિસ્ટંટ/સ્ટોર કિપર જેવા વિવિધ ટ્રેડ અન્વયે ભાગ લીધેલ હતો. લશ્કરી ભરતીમેળા દરમિયાન દોડ, પુલઅપ્સ, કૂદ, બેલન્સીંગ જેવી કસોટી લેવાયેલ તેમજ તેમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની ફીઝીકલ મેજરમેન્ટ ટેસ્ટ, એડેપ્ટેબીલીટી ટેસ્ટ અને મેડીકલ ટેસ્ટ લેવાયેલ. ઉપરોક્ત આયોજન દરમિયાન લશ્કરી ભરતીમેળાનાં સ્થળ પર આર્મી ભરતી કાર્યાલયની જરૂરીયાત મુજબ ઈન્ફાસ્ટ્રક્ચર, સાફ-સફાઈ, મેડીકલ ટીમ,…

Read More

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર         ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ભારતનાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો)ની કલમ-૧૪૪થી તેમને મળેલ અધિકારની રૂએ આ હુકમ કર્યો છે. લોકોને શુધ્ધ પ્રદુષણ રહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો અમલ કમિશનર, મહાનગરપાલિકા, ભાવનગર, મુખ્ય…

Read More