મહીસાગર જિલ્લામાં બ્રાઇટ ડે સ્કૂલ, બારોટ લુણાવાડા ખાતે શિક્ષિત બેરોજગાર યુવાનો માટે ઔદ્યોગીક રોજગાર ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, મહીસાગર

મહીસાગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિસાગર જિલ્લાના શિક્ષિત બેરોજગાર યુવાનો કે જે ઓ શિક્ષકની લાયકાત ધરાવે છે તેવા યુવાનો માટે ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનારનું આયોજન જિલ્લા રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિની અધ્યક્ષતામાં બ્રાઇટ ડે સ્કૂલ, બારોટ વાડા, લુણાવાડા ખાતે હતો. આ પ્રસંગે રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિએ ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન માર્ગદર્શન, તેમજ સ્વરોજગારલક્ષી એજન્સી દ્રારા સ્વરોજગારલક્ષી લોન સહાય યોજના અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે પી.ટી.સી, બી.એ બી.એડ, એમ.એસ.સી બી.એડ, એમ. એ.બી.એડ, બી.સી.એ, બી.એસ.સી. બી.એડ, બી.એસ.સી નર્સિંગ, એમ.એસ.સી નર્સિંગ લાયકાત ધરાવતા ઉમેદવારોને અનુભવી, બિન-અનુભવી ઉમેદવારોને ખાનગી ક્ષેત્ર શાળાઓમા શિક્ષક તરીકે રોજગારીની તક પૂરી પાડવામાં આવી હતી. જિલ્લાના રોજગાર વાંચ્છુક ઉમેદવાર માટે આશરે ૧૦૦ જેવી ખાલી જગ્યાઓ માટે મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૨૫ જેવા ઉમેદવારો અને ૭ નોકરીદાતા ઉપસ્થિત રહ્યા અને ઉમેદવારો માટે રોજગારીની તક ઊભી કરવામાં આવી હતી રોજગાર વાંચ્છુક ઉમેદવારોએ સરકારના આ અભિગમને વખાણ્યો હતો. આ ભરતી મેળામાં બ્રાઇટ ડે સ્કૂલના આચાર્ય, શિક્ષક, રોજગાર વાંચ્છુ ઉમેદાવરો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : દિનેશ પરમાર, મહીસાગર

Related posts

Leave a Comment