છોટાઉદેપુરના મુસ્લિમ સમાજ દ્રારા નૂપુર શર્માના વિરોધમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

મોહમ્મદ પયગંબર ની શાનમાં જે BJP ની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ તા. 22/05/2022 ના રોજ એક ટીવી ડિબેટમાં અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના વિરોધ માં સમગ્ર વિશ્વમાં તેની ટીકા થઈ રહી છે, સમગ્ર મુદ્દા પર રાજકારણ પણ ગરમાયું છે અને તમામ ક્ષેત્રના લોકો આ મુદ્દા પર પોતાના અભિપ્રાયો સોશિયલ મીડિયા દ્રારા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારબાદ તેને 6 વર્ષ માટે તેના પદ પરથી સસ્પેન્ડ પણ કરવામાં આવી હતી. મુસ્લિમ સમુદાય એ આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ નૂપુર શર્માને સસ્પેન્ડ કરવાની સાથેજ તેને કડકમાં કડક સજા પણ થાય જેથી વિશ્વમાં જે ભારત વર્ષની એકતા, અખંડતા અને ગરિમા છે તે જળવાઈ રહે, તે હેતુથી છોટાઉદેપુરમાં આવેદનપત્ર સાથે મૌન બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુરના મુસ્લિમ સમાજે મૌન બાઈક રેલી કાઢીને કલેક્ટર સ્તુતિ ચારણ (IAS) છોટાઉદેપુર, ને આવેદનપત્ર સમર્પિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ બપોરે 02:30 કલાકે આ મૌન બાઈક રેલીની જાહેરાત સોશિયલ મીડિયા પર પણ કરવામાં આવી હતી, જે અનુસાર રેલી કસ્બા ચાર રસ્તા પાસેથી શરુ થશે અને કલેકટર, છોટાઉદેપુરની ઓફિસ, જિલ્લા સેવા સદનની પાસે આવીને સમાપ્ત થશે. આ રેલીનું આયોજન મુસ્લિમોના વિવિધ સમૂહો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કોઇપણ રાજનૈતિક પાર્ટીનો સમાવેશ કે નૈતૃત્વ થયેલ નથી.

રિપોર્ટ : યાકુબરઝાક પઠાણ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment