જામનગરમાં આગામી તા.૧ થી તા.૫ મે દરમિયાન નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ અને કરાટેની નિ:શુલ્ક તાલીમ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર

    નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણની કચેરી અને રોટરી કલબ ઓફ જામનગરના સંયુકત ઉપક્રમે જામનગરમાં તારીખ ૦૧/૦૫/૨૦૨૫ થી ૦૫/૦૫/૨૦૨૫ સુધી નાગરીક સંરક્ષણની પ્રાથમીક તાલીમ અને સ્વરક્ષણ માટે કરાટેની નિશુલક તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. 

આ તાલીમનું આયોજન શશીભગત અને સરોજમાં રોટરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, જે.એમ.સી.કમ્પાઉન્ડ ફાયર બ્રીગેડની બાજુમાં સાંજે ૦૪ થી ૦૬ વાગ્યા સુધી કરવામાં આવેલ છે. મર્યાદિત સંખ્યામાં તાલીમર્થી લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવામાં આવશે. તાલીમ પુર્ણ કર્યા બાદ દરેક તાલીમર્થીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ તાલીમમાં નામ નોંધવા માટે કમલેશ પંડયા (ચીફ વોર્ડન મો:- ૯૮૨૪૫૧૦૯૪૨) શ્રીમતી ચેતનાબેન માણેક (સેકટર વોર્ડન, મો:- ૯૭૩૭૨૦૦૭૬૫) તથા રોટેરીયન લલીત જોષી (મો:- ૯૮૨૫૮૫૫૩૩૬)નો સંપર્ક કરવાનો રહેશે. તેમ નાગરિક સંરક્ષણ કચેરીના નાયબ નિયંત્રકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.  

Related posts

Leave a Comment