મદની શાળા સંકુલ મોડાસામાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યૂઝ, મોડાસા

         મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસા સંચાલિત એચ.આઈ.ટાઢા મદની હાયર સેકન્ડરી સ્કૂલ, અમ.આર.ટી.સી.મદની હાઈસ્કૂલ, એસ.એસ.બી મદની પ્રાઈમરી સ્કૂલ, બી.એસ.વી. મદની પ્રિ.પ્રાઈમરી સ્કૂલ, એમ.બી ટાઢા મદની સ્માર્ટ સ્કૂલ તથા મદની ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોડાસાના સંયુક્ત ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. મદની હાઈસ્કૂલના ક્લાર્ક ઘોરી મહંમદ ઈકબાલ ગુલામરસુલના વરદ હસ્તે ત્રિરંગા લહેરાવવામાં આવ્યો હતો. તેઓએ પોતાના વક્તવ્યમાં ધર્મનિરપેક્ષતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની વાત કરી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ મોહંમદ યુસુફભાઈ આઈ. ટાઢા, સંસ્થાના સેક્રેટરી મોહંમદ સલિમ એન.ખોખર, સંસ્થાના ઉપપ્રમુખ ગુલામ મોહ્યુદ્દીન જી. ખાનજી, સ્માર્ટ સ્કૂલના ચેરમેન મુસ્તુફાભાઇ કાંકરોલીયા, પૂર્વ પ્રમુખ સબ્બીરભાઈ ખાનજી, સંસ્થાના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓ, આચાર્ય સુલતાન આઈ.મલિક, ઇલીયાસભાઈ સુથાર, શાહીદ દાદુ, જીન્નતબેન ટાઢા, શિક્ષકગણ, વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક એમ.એ.દાદુ, એમ.એસ.શેખ તથા સ્ટાફ મિત્રોએ કર્યું હતું.

રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment