હિન્દ ન્યુઝ, ભાવનગર
જંગલી ભૂંડને ગેરકાયદેસર રીતે પકડીને લઈ જતી ટોળકીને પકડી પાડતી વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્કવોર્ડ રેન્જ ટીમ
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરના ACF એન. એન. જોષીને મળેલ પૂર્વ બાતમીના આધારે રેન્જ ફોરેસ્ટ ટીમે વન્ય પ્રાણીનો જીવ બચાવ્યો
ભૂંડને અલગ અલગ જગ્યાએથી પકડી એક જગ્યાએ વાડામાં એકત્ર કરી રાજય બહાર અજમેર વેપાર અર્થે મોકલવામાં આવતા.
આરોપીઓ પાસેથી ગુનાના દંડની રકમ પેટે રૂા.૨,૦૦,૦૦૦/- (બે લાખ) ની વસુલાત કરાઈ.
