શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કામરેજ તાલુકા ખાતે પાંચ પુલનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, સુરત

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કામરેજ તાલુકામાં રૂ.૧.૭૧ કરોડના ખર્ચે પાંચ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

    શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કામરેજ તાલુકાના સેવણી, વિહાણ, સીમડી, ડુંગર-ચીખલી ગામોમાં રૂ.૧.૭૧ કરોડના ખર્ચે ખેડૂતોને ખેતર જવા માટે જોડતા રસ્તાઓ, નોન પ્લાન રસ્તાઓને જોડતા કડીરૂપ નાના રસ્તાઓ પર બેઠા ઘાટના પાંચ પુલોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પુલોથી ખેડૂતોને ખેતરે આવવા જવા માટે સરળતા રહેશે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી નહીં થાય.

Related posts

Leave a Comment