માધવપુર મેળો ૨૦૨૫
હિન્દ ન્યુઝ, સુરત
આ વર્ષે માધવપુર ઘેડ મેળાની ઉજવણી સમગ્ર ગુજરાતમાં થશે. પોરબંદર ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, સોમનાથ અને દ્વારકામાં મેળાની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
પોરબંદરના માધવપુર ખાતે 6 થી 9 અપ્રિલ સુધી યોજાશે માધવપુર ઘેડ મેળો યોજાયો. ૧૦ એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે: પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, રમત ગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી અને ઉત્તરપૂર્વ રાજ્યોના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ગુજરાત સહિત ઉત્તરપૂર્વના 8 રાજ્યો માધવપુર ઘેડ મેળામાં હિસ્સો લેશે.
ઉત્તરપૂર્વના રાજ્યો તેમજ ગુજરાતના મળીને લગભગ 1600 કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે.
માધવપુર બીચ ખાતે બીચ વોલિબોલ, બીચ ફૂટબોલ, 100 મીટર બીચ રન, કોકોનટ થ્રો, બીચ હેન્ડબોલ જેવી બીચ રમતોનું આયોજન અને રેતશિલ્પોનું પ્રદર્શન
ભવ્ય હસ્તકલા અને વાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પૂર્વોત્તરના રાજ્યો માટે 160 સ્ટોલ્સ દ્વારા 320 કારીગરો દ્વારા હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણ: હસ્તકલા અને ફૂડ સ્ટોલ્સ
6 એપ્રિલના રોજ મંડપ આરોપણ થશે. ત્યારબાદ 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી ફુલેકા યાત્રા કાઢવામાં આવશે. 9 એપ્રિલના રોજ ભવ્ય વિવાહ ઉત્સવ, 10 એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમિણીજી અને ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય સ્વાગત
#surat #infosurat
