માળીયા તાલુકાની નાની ધણેજ ગ્રામ પંચાયત સમરસ બની મધુબેન જુંજીયા બિનહરીફ સરપંચ થયા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય જેને લઇને ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. જો કે, જૂનાગઢ જિલ્લાના અનેક ગામો સમરસ થયા છે. માળીયા તાલુકાની નાની ધણેજ ગ્રામ પંચાયત સમરસ થઇ છે. ગામ લોકો દ્વારા મધુબેન જૂંજીયાને ગામના બનહરીફ સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ૧૪૦૦ની વસ્તી ધરાવતું નાની ધણેજ ગામ પ્લેવર બ્લોક, ઘેર-ઘેર નળ કનેક્શન, સૌચાલય સહિતની સુવિધાથી સજ્જ છે. માળીયા તાલુકાના નાની ધણેજ ગ્રામ પંચાયત સમરસ થઇ છે. સમરસ ગામ દ્વારા ૪૨ વર્ષના મધુબેન રાવત જૂજીયાને સરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મધુબેન ૮ ધોરણ પાસ છે.અને ઘરકામ, ખેતી કામ સાથે સંકળાયેલા છે. નાની ધણેજ ગામની વખત ૧૪૦૦ છે. ગામમાં ઘેર-ઘેર નળ કનેક્શન, સૌચાલય સહિતની સુવિધા છે. મધુબેનના સાસુ પણ મહિલા મંડળો સાથે સંકળાયેલા છે. મધુબેને જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત સમરસ થતા ૪,૭૫,૦૦૦ જેટલી જે રકમ સરકાર તરફથી મળશે તેનાથી ગામમાં સમરસ ગ્રામ વાડી, પાકા રસ્તા, ગ્રામ પંચાયતની નવી ઓફિસ તેમજ લોકોને પીવાનું તેમજ ખેડૂતને સિંચાઇનું પાણી મળી રહે તે માટેના વિકાસના કામો કરવામાં આવશે. એ ઉપરાંત મધુબેને જણાવ્યું હતું કે, હું ૮ ધોરણ પાસ છું પણ મહિલાઓ આગળ વધે અને પ્રગતિ કરે તે માટે ગામની મહિલાઓને સશક્ત બનાવવામાં આવશે. અને ગામમાં સખી મંડળો, મહિલા યોજના સહિતની મહિલાઓને સહભાગી બનાવવામાં આવશે. માળીયા તાલુકાનું નાની ધણેજ ગામ અગાઉ ૭ વખત સમરસ ગ્રામ પંચાયત થઇ ચૂકી છે. જ્યારે આ ગામમાં અત્યાર સુધી ૪ વખત ચૂંટણી થઇ છે. ત્યારે સૌના સહકારથી હવે ફરી વખત નાની ધણેજ ગ્રામ પંચાયત સમરસ થઇ છે.

Related posts

Leave a Comment