જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત નાગરિક સંરક્ષણ યુનિટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

ગુજરાત નાગરિક સંરક્ષણ દળના જામનગર યુનિટ દ્વારા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝના ૫૯માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાએ નાગરિક સંરક્ષણ કચેરી,લાલ બંગલા કંમ્પાઉન્ડ, જામનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેનુ જિલ્લા મેજીસ્ટ્રેટ અને નિયંત્રક, નાગરિક સંરક્ષણ, જામનગર ડો.સૌરભ પારધીએ દિપ પ્રાગટ્ય કરી ઉદધાટન કર્યુ હતુ. જેમાં પ્રથમ રકતદાતા તરીકે નાયબ નિયંત્રક, નાગરિક સંરક્ષણ કચેરી, જામનગર વી.કે ઉપાધ્યાયના ધર્મપત્નિ શ્રીમતી શિલ્પાબેન ઉપાધ્યાય દ્વારા રક્તદાનની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ રક્તદાન શિબિરમાં નાગરિક સંરક્ષણ દળના માનદ પદાધિકારીઓ, વોર્ડનો, કચેરી સ્ટાફ તથા ગૃહ રક્ષક દળ, જામનગરના કમાન્ડર, સબ ઈન્સ્પેકટર તથા હોમગાર્ડઝ જવાનો વગેરેએ ખુબ ઉત્સાહ પુર્વક ભાગ લઈ રકતદાન કર્યુ હતું. આ રક્તદાન શિબિરમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજના સ્ટાફે ઉપસ્થિત રહી રક્તદાન શિબિરની કાર્યવાહી પાર પાડવામાં જહેમત ઉઠાવી હતી, રક્તદાન શિબિરમાં ૫૦ જેટલા રક્તદાતાઓએ રકતદાન કર્યુ હતું. જેઓને નાયરા એનર્જી, જામનગર દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેલ હતા.

Related posts

Leave a Comment