હિન્દ ન્યુઝ, ભુજ
ધોરડો ખાતે રણોત્સવ ૨૦૨૧-૨૨ દરમ્યાન ખાણી-પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી પાસે ઊભી કરવામાં આવેલ છે. ૧૫ ફૂડ સ્ટોલ માટે રસ ધરાવતા સખી મંડળ/સ્વ સહાય જુથના સભ્યો/કારીગરો/ખાણી-પીણીના વ્યવસાય સાથે જોડાયેલ ધંધાર્થીને તા.૧૦/૧૨/૨૦૨૧ થી તા. ૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ શાખા ભુજની કચેરીમાં અરજી કરવાની રહેશે તથા વહેલા તે પહેલાના ધોરણે સ્ટોલ ફાળવણી કરવામાં આવશે. જો કોઈ માર્ગદર્શનની જરૂર જણાય તો કચેરી સમય દરમ્યાન અત્રેની કચેરી ઓફિસ નં ૨૨૮,જૂની મામલતદાર ઑફિસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,મિશન મંગલમ શાખા, મુંદ્રા રોડ, ભુજ-કરછ તેમજ ૯૦૯૯૯૫૬૩૭૦ પર સંપર્ક કરી શકાશે તેવું નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.