મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયામાં ચાર કરતા વધુ માણસોએ ભેગા થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ અન્વયેનો કાર્યક્રમ રાજ્ય ચુંટણી આયોગ દ્વારા જાહેર થયેલ છે. તે મુજબ મતદાન માટે તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ નિયત કરવામાં આવેલ છે. જેથી નિયત કરેલા મતદાન મથકોએ મતદાન સરળ અને શાંતિપૂર્ણ થાય અને તેમાં કોઈ અનુરોધ પેદા થાય નહી તે માટે તેમજ આ નિયત કરેલા મતદાન કેન્દ્રોએ ટેકેદારો – કાર્યકરો એકઠા થાય ત્યારે એકબીજા વચ્ચે સંઘર્ષ ન થાય તથા જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયત કરેલ મતદાન મથકોની આજુબાજુના ર૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોએ ભેગા નહી થવા માટે તેમજ ચુંટણીના કામે ઉપયોગમાં લેવાનાર ઉપરોક્ત નિયત સ્થળોએ આવેલા મતદાન કેન્દ્રોના મકાનોમાં બિનઅધિકૃત વ્યક્તિઓ દાખલ થાય નહી તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ -૧૪૪ મુજબ પગલા લેવા અર્થે જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ હેઠળ અમોને મળેલ સત્તાની રૂઈએ જાહેરનામુ ફરમાવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત ચુંટણી -૨૦૨૧ માટેના નિયત કરેલા મતદાન મથકોએ મતદાનની કામગીરી પુરી થાય તે સુધીના સમય તેમજ મતદાનને લગતી અન્ય કામગીરી પુર્ણ થાય તે સમય સુધી નિયત કરવામાં આવેલ મતદાન મથકોના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોએ ભેગા થવુ નહી તેમજ ઉપરોક્ત સ્થળોએ ચુંટણી કામ માટે ઉપયોગમાં લેવાનાર મકાનો તથા તેના કમ્પાઉન્ડની ૨૦૦ મીટરના વિસ્તારની અંદર બિનઅધિકૃત વ્યક્તિ – વ્યક્તિઓએ પ્રવેશ કરવો નહી. ચુંટણી અંગેની કામગીરીમાં રોકવામાં આવેલ ચુંટણી ફરજ માટેના કર્મચારીઓને, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ અધિકારી – કર્મચારી તથા હોમગાર્ડને, સબંધિત ચુંટણીના ઉમેદવારો / ચુંટણી એજન્ટ / મતદાન એજન્ટને તથા ચુંટણી અધિકારીઓ તથા ચુંટણી આયોગ દ્વારા અધિકૃત કરવામાં આવે તે સ્થળે હાજર ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા અધિકૃત કરવામાં આવે તે સ્થળે હાજર ફરજ પરના પોલીસ આધકારી દ્વારા અધિકૃત કરવામાં આવે તે અધિકૃત મતદારોને મત આપવા જતા તેમજ મતદાન પછી પરત આવવા સુધીના સમય સુધી જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું ભાવનગર જિલ્લાના ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સમાવિષ્ટ થતા વિસ્તારને ઉક્ત સમય દરમ્યાન લાગુ પડશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment