શ્રી સોમનાથ તીર્થમાં ગણપતિ અથર્વશીર્ષ પાઠનું ૧૨મુ ચરણ

હિન્દ ન્યુઝ, સોમનાથ 

    ભાદરવા માસમાં પવિત્ર ગણેશ નૌરાત્રમાં સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઅનુષ્ઠાનનું ૧૨ મુ ચરણ આજે સંપન્ન થયું હતું. જેમાં ૧૧,૦૦૦ જેટલા ગણપતિ અથર્વશીર્ષ પાઠ કરવામાં આવ્યા હતા.

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં અતી પ્રાચીન અને ભાવબૃહસ્પતિ દ્વારા નિર્મિત શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં સોમનાથ તીર્થના ઇતિહાસનું સૌથી મોટું ગણેશ આરાધના સવા લક્ષ ગણપતિ અથર્વશીર્ષ અનુષ્ઠાન વિશ્વ કલ્યાણ ના ઉદ્દેશ્ય સાથે માન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું છે. જેના ઉપલક્ષમાં રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓ દ્વારા ચરણ અનુસાર ગણપતિ અથર્વશીર્ષ ના પાઠ કરવામાં આવી રહ્યા છે.

આ મહાનુષ્ઠાના ૧૨માં ચરણમાં શ્રી સોમનાથ મંદિર પરિસરમાં પ્રાચીન કપર્દીવિનાયક ગણેશજીના ચરણોમાં શ્રી બ્રહ્મર્ષિ સંસ્કૃત મહા વિદ્યાલય નડિયાદ, શ્રી ડાકોર સંસ્કૃત પાઠશાળા ડાકોર અને શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા ૧૧,૦૦૦ જેટલા શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ ઋષિ કુમારોનું ભક્તિમય પ્રસાદ કીટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment