હિન્દ ન્યુઝ, સુરત
શ્રી વઘાસિયા પર પરિવાર સુરત દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર 2023 ના રોજ બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ અંગે વધુ માહિતી આપતા વીબીસી (વઘાસીયા બિઝનેસ ક્લબ) ના કોર્ડીનેટર આશિષભાઈ વઘાસિયા (આઈડીયલ ઇમિગ્રેશન) વાળાએ જણાવ્યું કે શ્રી વઘાસીયા પરિવાર સુરત દ્વારા છેલ્લા ચાર વર્ષથી વઘાસીયા બિઝનેસ ક્લબ ચાલી રહી છે. તે અંતર્ગત વઘાસિયા પરિવારના યુવા બિઝનેસમેનોને માર્ગદર્શન મળી રહે તે હેતુસર સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં સુરતના ખ્યાતનામ સ્પીકર અને ડિજિટલ માર્કેટિંગ ના નિષ્ણાત રોનક સોરઠીયા અને અમિતભાઈ દ્વારા માર્કેટિંગ અને બ્રાન્ડિંગ ના વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવેલ. તેમણે જણાવ્યું કે શ્રી વઘાસિયા પરિવાર સુરત ના પ્રમુખ ડો. જગદીશ વઘાસિયા (તીર્થ એક્સ રે )તથા મહામંત્રી નિખિલ વઘાસિયા (નાના મુંજીયાસર) ના માર્ગદર્શન હેઠળ શ્રી વઘાસીયા પરિવારના યુવા બિઝનેસમેનો એક પ્લેટફોર્મ પર આવે, બિઝનેસના નાના-મોટા પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય તેમજ યુવા બિઝનેસમેનો ને પ્રોત્સાહન મળે તદુપરાંત બિઝનેસમેનો પોતાના બિઝનેસમાં પોતાની પ્રોડક્ટ નું માર્કેટિંગ તથા બ્રાન્ડિંગ વધુમાં વધુ સારી રીતે અને કઈ રીતે કરી શકે એ માટે આયોજન કરેલ.
આ સેમિનારમાં પરિવારના ૬૦ કરતાં વધારે યુવા બિઝનેસમેનો ઉપરાંત યુવા સાહસિક બહેનોએ પણ ભાગ લીધેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં યુવા પ્રમુખ નીતીન વઘાસિયા તેમજ યુવા મહામંત્રી પરેશ વઘાસિયા ની ટીમ ના સભ્યો એવા ભુપેન્દ્ર, હાર્દિક, ગૌતમ તેમજ જગદીશ દ્વારા મહેનત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી દરમિયાન યુવા બિઝનેસમેનોને માર્કેટિંગ તથા બ્રાન્ડિંગ ના મુંજવતા પ્રશ્નો નું નિરાકરણ સ્પીકર રોનક સોરઠીયા તેમજ અમિતભાઈ દ્વારા સંતોષકારક રીતે લાવેલ.
અંતમાં આભાર વિધિ નિખિલ વઘાસીયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં યુવાનોનો ઉત્સવ વધારવા માટે પૂર્વ પ્રમુખ વિનુભાઈ તથા ઉપપ્રમુખ રમેશભાઈ વઘાસિયાએ ખાસ હાજરી આપેલ.