હિન્દ ન્યુઝ, ભાવનગર
વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત શિહોરના ગઢૂલા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના હસ્તે વિષ્ણુભાઈ પરમારને પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજનાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ તકે વિષ્ણુભાઈ પરમાર ને પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજના અંતર્ગત આવરી લઇ અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા હવેથી એમને આ યોજના અંતર્ગત લાભો મળવાના શરૂ થશે એથી એમને સરકાર નો આભાર માન્યો હતો.