હિન્દ ન્યુઝ, ભાવનગર
સરકાર દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ છે.
આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ભાવનગર તાલુકામાં બુધેલ, ઘોઘા તાલુકામાં નથુગઢ અને સાણોદર, તળાજા તાલુકામાં પસવી અને પડારી, વલ્લભીપુર તાલુકામાં વીરડી અને આનંદપુર, મહુવા તાલુકામાં કતપર, ગારીયાધાર તાલુકામાં પાલડી અને શિવેન્દ્રનગર, ઉમરાળા તાલુકામાં બજુડ અને ગોલરામા, સિહોર તાલુકામાં પાંચ તલાવડા અને ગઢુલા તેમજ પાલીતાણા તાલુકામાં આંકોલાળી અને જાળીયા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.
આ ગામોમાં “મેરી કહાની મેરી ઝુબાની” કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાનાં લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. આ પ્રસંગે ગામનાં લોકોને ઘર આંગણે જ સરકારી લાભો ઉપલબ્ધ બનતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.