હિન્દ ન્યુઝ ભાવનગર
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથો ફરનાર છે.
જેમાં આવતીકાલે તા.૧૨/૧૨/૨૦૨૩ નાં ભાવનગર તાલુકામાં કોબડી અને સરતાનાપર, ઘોઘા તાલુકામાં પીથલપુર અને વાવડી, તળાજા તાલુકામાં ગડેસરા અને બોડકી, વલ્લભીપુર તાલુકામાં મેઘવદર અને કલ્યાણપુર, મહુવા તાલુકામાં ભદ્રોડ, ગારીયાધાર તાલુકામાં સાંઢ ખાખરા અને નવાગામ, ઉમરાળા તાલુકામાં ધારૂકા અને દંભાલિયા, સિહોર તાલુકામાં ભૂતિયા અને પીપરડી તેમજ પાલીતાણા તાલુકામાં વાળુકડ અને બહાદુરપુર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.