રાજકોટ,
રાજકોટ શહેર દરરોજ ૫ થી વધુ લોકોના એક જ દિવસમાં મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે એક સાથે ૭ લોકોના મૃત્યુ નિપજતા લોકોમાં ભય જનક પરિસ્થિતિમાં મુકાયા છે. આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. આજે સવારે ૭ લોકોના કોરોનાથી મોત નિપજ્યા હતા. જેમાં ૧ ખાનગીમાં અને ૬ સિવિલમાં મોત થઇ ચુક્યા છે. જેમાં એક જૂનાગઢના વોર્ડનં.૬ ના કોર્પોરેટર પણ છે. જયારે રાજકોટ જીલ્લામાં અત્યાર સુધીમાં ૧૧૫૧ કેસ નોંધાઈ ચુક્યા છે. જયારે હજુ ૬૯૫ લોકો સારવાર હેઠળ છે. ત્યારે બીજીબાજુ ૪૩૫ દર્દીઓએ કોરોનાને માત આપી છે. આજે વધુ ૭ દર્દીઓના મૃત્યુ થતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ છે. તમામ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. તેમનું સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. 1. રંજનબેન પરસોત્તમભાઈ ગજેરા (જૂનાગઢ) 2. કમલેશભાઈ મીઠાભાઈ શાહ (સુરેન્દ્રનગર) 3. સલીમભાઇ અઝીઝભાઈ મકરાણી. 4. મંજુલાબેન લાલજીભાઈ (મોરબી) 5. કંચનબેન વાલજીભાઈ (વઢવાણ) 6. હેમાક્ષીબેન આશીષભાઈ શાહ (સુરેન્દ્રનગર) 7. મુકુંદભાઈ દોશી (વાંકાનેર)
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ