નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ) નાં આદેશ મુજબ ભાવનગર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા તા.૦૯/૧૨/૨૦૨૩ નાં રોજ નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ) નાં આદેશ મુજબ મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રિવેદીની સુચના અનુસાર નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં કુલ રૂ.૩૪.૨૩ કરોડ સમાધાનની રકમ દ્વારા કુલ ૯૧૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં એલ.એસ. પીરઝાદા જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરનાં માર્ગદર્શન અનુસાર કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી.

જેમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ કલેઈમ પીટીશન, ચેક રીટર્ન કેસો, દેવા વસુલાતને લગતા દિવાની તકરારનાં કેસો સહિત સમાધાન લાયક કેસો મુકાયા હતા. જેમાં ૬૬ મોટર અકસ્માત વળતરનાં કેસોનો નિકાલ કરી રૂ.૨,૮૬,૧૭,૫૦૦/- નો વળતરનો હુકમ કરાયો હતો. ઉપરાંત ૩૨૪૨ પ્રિલીટીગેશન કેસોનો નિકાલ કરી રૂ. ૬૮,૬૩,૩૨૨/- વળતરનો હુકમ કરાયો હતો. લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ જયુડીશ્યલ ઓફિસર, વકીલઓ, જિલ્લા પોલીસ અધિક્ષક, તથા નોડલ ઓફીસર ડામોર તેમજ નાયબ પોલીસ અધિક્ષક સીંઘલ તેમજ ભાવનગર જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકઓ તથા જિલ્લાનાં તમામ પોલીસ ઈન્સપેકટરઓ તથા પી.એસ.આઈ. તથા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડસ તથા ભાવનગર ટ્રાફીક શાખાનાં પોલીસ ઈન્સપેકટર તેમજ તેમના તમામ કર્મચારીઓ તથા ફુલ ટાઈમ સેક્રેટરી એસ.એન.ઘાસુરા સહિતે જહેમત ઉઠાવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના કર્મચારીઓ અને અન્ય તમામ કોર્ટના કર્મચારીઓએ આ લોક અદાલત સફળ બનાવવા ખુબજ પ્રશંસનીય કામગીરી કરી હતી.

Related posts

Leave a Comment