શિહોરના ગઢુલા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકાના ગઢુલા ગામે રથનું આગમન થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોષણ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, પીએમ આવાસ યોજના (ગ્રામીણ),  આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.

આ તકે વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment