ભાવનગર તાલુકાના બુધેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમંગભેર સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર તાલુકાના બુધેલ ગામે ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’નો રથ આવી પહોંચતા ઉમંગભેર સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.

આ યાત્રા ગામમાં પ્રવેશતા ગામના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયુ હતું. આ યાત્રાના રથમાં સરકારની વિવિધ યોજનાઓનું પ્રદર્શન, પ્રધાનમંત્રીનો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં  મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું. 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે  યોજાયેલી  આ યાત્રાના રથમાં સરકારના વિકાસ કામો અંગે જાણકારી પણ અપાઇ હતી. આ તકે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ મહાનુભાવો- અધિકારીઓના હસ્તે કરાયુ હતું.

આ તકે તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન મકવાણા, મુનાભાઈ ચૌહાણ, વિસ્તરણ અધિકારી કલ્પેશભાઈ ભટ્ટ  તેમજ ગામના આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

Related posts

Leave a Comment