ભાવનગર જિલ્લામાં તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩ નાં રોજ પોલિયો રસીકરણ કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભારત દેશ પોલિયો મુક્ત થઈ ગયેલ છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી આપણાં દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. જે બાબતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આયોજન હોલ, કલેકટર કચેરી, ભાવનગર ખાતે SNID પોલીયો રાઉન્ડ ૧૦મી ડિસેમ્બર ૨૦૨૩ અન્વયે સમીક્ષા બેઠક યોજાયેલ તેમજ SNID પોલીયો રાઉન્ડની કામગીરી ૧૦૦ ટકા સંપુર્ણ થાય તે માટે જરૂરી સુચનો આપવામાં આવ્યાં હતાં. જેમાં ચાલુ વર્ષે તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩ નાં રોજથી આપણાં ગુજરાત રાજ્યમાં પોલિયો અભિયાન ચલાવવામાં આવનાર છે.

જેમાં ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩ રોજ પોલિયો અભિયાન દ્વારા ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલિયોની રસીનાં બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાના છે. આ વખતે ભાવનગર ગ્રામ્ય જિલ્લાની વસ્તી ૧૭,૬૪,૭૦૧ છે. તેમાં ૦ થી ૫ વર્ષનાં બાળકોની અંદાજિત સંખ્યા ૧,૭૩,૦૮૨ છે. જિલ્લામાં કુલ ૧,૦૭૭ બુથનું આયોજન કરવામાં આવેલ છે. કુલ ૨,૦૭૯ ટીમ દ્વારા પ્રથમ દિવસે પોલિયો બૂથ ઉપર અને બીજા અને ત્રીજા દિવસે ઘર- ઘર મુલાકાત દ્વારા પોલીયોની રસી પીવાડવામાં આવનાર છે.

ભાવનગર જિલ્લામાં કુલ ૪૬ જેટલા ટ્રાન્ઝીટ પોઈન્ટ રાખવામાં આવેલ છે. જેમાં બસ સ્ટેન્ડ અને ખાસ અવર જવર રહેતી હોય તેવા વિસ્તારમાં ટ્રાન્ઝીટ પોઈન્ટ દ્વારા પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવનાર છે. સાથે સાથે ૫૯ જેટલી મોબાઇલ ટીમ દ્વારા પણ પોલિયો પીવાડવામાં આવનાર છે. સમગ્ર કામગીરી ઉપર સુપરવિઝન માટે ૨૫૪ સુપરવાઈઝર નિયુક્ત કરવામાં આવેલ છે તેમજ દરેક તાલુકામાં લાઇઝન ઓફિસર દ્વારા દેખરેખ રાખી પોલિયો રસીથી કોઈ બાળક વંચિત ન રહે તે રીતે કામગીરી કરવામાં આવનાર છે.

આ સમગ્ર પોલિયો રાઉન્ડમાં અંદાજિત ૯૬૦૬ વેક્સિન વાયલ વપરાશમાં લેવાના છે. લોકોમાં જાગૃતિ માટે પોલિઓની જાહેરાત માટે માઇક પ્રચાર કરવામાં આવનાર છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનાં અધ્યક્ષ સ્થાને MO-THO તેમજ આરોગ્ય સ્ટાફની SNID પોલીયો રાઉન્ડ ૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩ અન્વયે તા.૦૮-૧૨-૨૦૨૩ના રોજ સમીક્ષા મિટીંગ યોજાયેલ હતી. જેમાં તમામ અધિકારી તથા કાર્મચારીને જે તે વિસ્તાર છેવાડાનાં લાભાર્થીઓ સુધી સદર લાભ પહોંચે અને પોલીયો રાઉન્ડની કામગીરી સુચારૂ રૂપે ૧૦૦ ટકા પૂર્ણ કરવા જણાવવામાં આવેલ છે.

જિલ્લા અને તાલુકા કક્ષાએ આ અભિયાનને સફળ બનાવવા માટે બેનર અને પોસ્ટર લગાવી પ્રચાર કરવામાં આવનાર છે. જિલ્લામાં પોલિયો અભિયાયને સફળ બનાવવા માટે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.એચ. અધિકારી તેમજ જિલ્લાનાં આરોગ્ય શાખાનાં તમામ અધિકારીઓ અને તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી પોલિયો કામગીરી કરવામાં આવનાર છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવેલ છે

Related posts

Leave a Comment