વેરાવળ ખાતે આઝદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાયકલ રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, ગીર સોમનાથ દ્વારા બહેનો માટે સાયક્લ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલીમાં જિલ્લા શિક્ષણાધિકારી, રાજેશભાઇ ડોડીયા, રેન્જ ફોરેસ્ટ અધિકારી રસીલાબેન વાઢેર, સરકારી બોયઝ સ્કુલના આચાર્ય સંજયભાઈ ડોડીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશકુમાર મકવાણા, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિનભાઈ સોલંકી, વ્યાયામ શિક્ષકસંઘના ઉપપ્રમુખ અર્જુનભાઈ પરમાર ઉપસ્થિતિમાં લીલી જંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું. આ રેલી શહેરના સરકારી બોયઝ સ્કુલ, વેરાવળ-ટાવર ચોક-રામભરોસા ચોક-પાટણ દરવાજા સુધી અને ત્યાંથી પરત સરકારી બોયઝ સ્કુલ, વેરાવળ ખાતે સંપન્ન કરવામાં આવેલ, જેમાં જિલ્લાની શાળાની વિદ્યાર્થીનીઓ અને ખેલાડીઓ પોતાની સાયકલમાં સ્વાસ્થ્ય જાગૃતિ અંગેના સંદેશ આપતા પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રેલીમાં ભાગ લેનાર તમામ બહેનો માટે લીંબુ સરબત તથા પોષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સિનીયર કોચ, કાનજી ભાલીયા અને ટેકનીકલ મેનેજર નરેશભાઈ ગોહિલ અને તેઓની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Related posts

Leave a Comment