ભોપાલ ખાતે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મધ્યપ્રદેશ

       મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ જોયાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના માન. રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા, રાજ્યના મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા.

“ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન છે”

     મુખ્યમંત્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલ સર્વગ્રાહી વિકાસની રૂપરેખા આપી હતી. ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત એ માત્ર ચાર અક્ષરનો શબ્દ ન રહેતા સર્વાંગી વિકાસનો પર્યાય બની ગયો છે. તેમણે રીન્યુએબલ એનર્જી, વોટર ગ્રીડ, ગેસ ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સેમિકન્ડક્ટર સહિતના નવા ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતના વિકાસની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. મુખ્યમંત્રીએ આ કાર્યક્રમનો હેતુ અન્ય રાજ્યોમાં વસતા મૂળ ગુજરાતના પરિવારો- લોકોનો ગુજરાતના વિકાસ સાથે સંબંધસેતુ વધુ સંગીના બનાવવાનો હોવાનું જણાવીને મધ્યપ્રદેશમાં વસતા સર્વે ગુજરાતીઓને વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણ માટે સંકલબદ્ધ થવા આહવાન કર્યું હતું.

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલ સર્વગ્રાહી વિકાસની રૂપરેખા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત એ માત્ર ચાર અક્ષરનો શબ્દ ન રહેતા સર્વાંગી વિકાસનો પર્યાય બની ગયો છે.

Related posts

Leave a Comment