હિન્દ ન્યુઝ, કાલાવડ
હિન્દુ ધર્મ રક્ષક શ્રી રાણા સાંગા પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરનાર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલા સુમનને તત્કાલ ધોરણથી સસ્પેન્ડ કરવા કાલાવડ તાલુકા રાજપુત સમાજની માંગ
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ તથા રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર શિરોમણી રાણા સાંગા (સંગ્રામસિંહજી) પર અભદ્ર ટીપ્પણી કરવાના પગલે કાલાવડ તાલુકા રાજપુત સમાજ દ્વારા આજરોજ કાલાવડ મામલતદારને સાંસદ રામજીલાલ સુમન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં કાલાવડ તાલુકાનાં રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.