નિર્માણાધિન બ્રિજનું ડાયવર્ઝન ધોવાઈ જતાં જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે જાતે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, નર્મદા

     નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે કેવડિયા-તણખલા રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. નિર્માણાધિન બ્રિજનું ડાયવર્ઝન ધોવાઈ જતાં જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે જાતે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. 

માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી તેમણે સૂચના આપી છે કે, વરસાદ વિરામ લેતાં જ તાત્કાલિક ધોરણે રસ્તો ફરી શરૂ કરવામાં આવે.

નાગરિકોને સુરક્ષિત રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

Related posts

Leave a Comment