ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની અગમચેતી: હવામાન વિભાગ

હિન્દ ન્યુઝ, ડાંગ 

    ભારત મોસમ વિજ્ઞાન વિભાગ, અમદાવાદ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના હવામાન બુલેટિન મુજબ ડાંગ જિલ્લામાં વરસાદ અને આબોહવા અંગેની વિગતો નીચે મુજબ છે.

*૧)* ડાંગ જિલ્લાની છેલ્લા ૨૪ કલાકની પરિસ્થિતિ ઉપર નજર કરીએ તો, જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ તેમજ થોડા સ્થળોએ અતિ ભારે વરસાદ નોંધાયો છે.  

*૨)* આગામી ૭ દિવસ માટે વરસાદની આગાહીની વાત કરીએ તો,

– દિવસ ૧ (૧/૮/૨૦૨૬ થી ૨/૮/૨૦૨૬) ડાંગ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.  

– દિવસ ૨ (૨/૮/૨૦૨૬ થી ૩/૮/૨૦૨૬): ડાંગ જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની અપેક્ષા છે.

– દિવસ ૩ થી દિવસ ૭ (૩/૮/૨૦૨૬ થી ૮/૮/૨૦૨૬): ડાંગ જિલ્લામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

*૩)* હવામાન ચેતવણીઓ જોઈએ તો, 

– દિવસ ૨ (૨/૮/૨૦૨૬): ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા અને ૩૦ થી ૪૦ કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવા મેઘગર્જના અને હળવાથી મધ્યમ વરસાદની પ્રબળ શક્યતા રહેલી છે.

– દિવસ ૩ થી ૭: ડાંગ જિલ્લા માટે કોઈ વિશેષ ચેતવણી જારી કરવામાં આવી નથી.


નાગરિકો માટે સામાન્ય સાવચેતી :

મેઘગર્જના અને ઝડપી પવનની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોને સલાહ આપવામાં આવે છે કે, 

– વીજળીના કડાકા-ભડાકા સમયે ઝાડ નીચે કે કાચા માળખાં પાસે આશ્રય લેવો નહીં,

– ઇલેક્ટ્રિકલ ઉપકરણો સુરક્ષિત રાખવા અને પહાડી કે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી વર્તવી,

Related posts

Leave a Comment