શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર સંગઠન સમિતિ રાજકોટ દ્વારા સમાજના કાર્યક્રરો તથા આગેવાનો સાથે મુવી શોનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ 

શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર સંગઠન સમિતિ રાજકોટ દ્વારા આયોજિત પાણ હેલ્થકેર તથા ગોપાલ નમકીનના સહયોગથી કોસ્મોપ્લેકસ સીનેમા ખાતે સમાજના કાર્યક્રરો તથા આગેવાનો સાથે આજે મુવી શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના સમર્થનમાં સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા આ શો માં આગેવાનો એ જણાવ્યું હતું કે આ પણ આપણા ઈતિહાસનો એક ભાગ છે. કાશ્મીરી પંડિતો સાથે થયું તે દુઃખદ છે અને તે વિષયે ફિલ્મ બની હોય તો તે દરેક રાષ્ટ્ર પ્રેમીઓ એ જોવી જ જોઈએ દરેક લોકોએ એ યાદ રાખવું જોઈએ કે કોઇ વ્યક્તિ પર અત્યાચાર થાય ત્યારે એનાં ઉપર શું વીતે છે. જે લોકો માનવતા માં વિશ્વાસ રાખે છે તે તમામ લોકોની ભાવનાને સ્પર્શે એવી છે ભલે ફીલ્મને કચકડાની ફેમૅ માં મઢી હોય પણ જે જે બનાવો બતાવેલા છે એનાથી વધુ હશે એ હકીકત છે.

આ તકે સંસ્થાના પ્રમુખ એ જણાવ્યું હતું કે આપણે ભારતીયો જુદી-જુદી જ્ઞાતિ જુદા વાળા જુદા રજવાડા સ્વરૂપે જીવેલા એટલે ભારતીય એક જુથ ન થઈ શક્યા, આનો લાભ મોગલોએ તથા બ્રીટીશરો લીધો અને આપણા દેશ ઉપર રાજ કર્યું એના હિસાબે આપણે કલ્પી ન શકાય એટલું ધન એ લોકો લઈ ગયા ઉપરાંત આપણા વીર યોધ્ધાઓ છત્રપતિ શીવાજી, રાણા પ્રતાપ જેવા પુરૂષો તથા ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા યુવાનો સહીદ થયા. પણ હવે ભારતીય એક નથી થયા તો હવે પછી ની ગુલામી કાયમી હશે હવે કોઈ શીવાજી રાણા પ્રતાપ ભગતસિંહ સુખદેવ રાજગુરુ જેવા કોઈ નથી.

ફિલ્મ “ધ કાશ્મીર ફાઈલ” બતાવવા અંગેનુ આયોજનમા સંગઠન સમિતિના સભ્યો, આમંત્રીત મહેમાનો તથા દાતાશ્રી પરીવાર ચીરાગભાઈ મનસુખભાઇ પાણ તથા બીપીનભાઈ હદવાણીના સહયોગથી સમાજના સૌ શ્રેષ્ઠીઓ, ઉધ્યોગપતિઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. કોસ્મોપ્લેક્સ સીનેમા ખાતે સંગઠન સમિતિના પ્રમુખ સેવક કાંતીભાઈ ઘેટીયા, પ્રફુલ્લ કાથરોટીયા, ડેનીસ હદવાણી તથા જ્યોતિબેન ટીલવાની આગેવાનીમાં કાર્યક્રમ કરેલ.

Related posts

Leave a Comment