ભાવનગર શહેર મહાનગરપાલિકાકક્ષા ખેલ મહાકુંભની બાસ્કેટબોલ સ્પર્ધા તારીખમાં ફેરફાર કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરનાં ઉપક્રમે ભાવનગર મહાનગરપાલિકાકક્ષા અમલીકરણ સમિતિની રાહબરી નીચે જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર આયોજિત ભાવનગર શહેરમાં યોજાનાર ખેલ મહાકુંભની મહાનગરપાલિકાકક્ષા (જિલ્લાકક્ષા)ની બાસ્કેટબોલ સ્પર્ધા તારીખમાં ફેરફાર થયેલ હોય ઓનલાઈન રજીસ્ટ્રેશન કરનાર શાળા, કોલેજ, સંસ્થાના અંડર – ૧૪, ૧૭, ઓપન એઇઝના ખેલાડી ભાઈઓ/બહેનોએ નવી તારીખ મુજબ સ્પર્ધા સમયે હાજર રહેવાનુ રહેશે.

જેમાં તા.૨૪/૦૩/૨૦૨૨ નાં રોજ અંડર – ૧૪, ૧૭ ભાઈઓની સ્પર્ધા યોજાશે. તા.૨૫/૦૩/૨૦૨૨ નાં રોજ સવારે ૦૮:૦૦ કલાકે અંડર-૧૭ બહેનો અને સાંજે ૦૫:૩૦ કલાકે ઓપન એઇઝ બહેનોની સ્પર્ધા યોજાશે. તા.૨૭/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે અંડર – ૧૪ બહેનો અને ઓપન એઇઝ ભાઈઓની સ્પર્ધા યોજાશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment