હિન્દ ન્યુઝ, સાવરકુંડલા
અમરેલી જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે ત્યારે સાવરકુંડલા લીલીયા પંથકમાં ખારાપાટ વિસ્તારોમાં ચોમાસામાં વ્યાપક ખેતી નુકશાનીની ફરિયાદો સાવરકુંડલાના જૂનાસાવર ગામેથી આવે છે કેમ કે શેત્રુજી નદી કાંઠાનું જૂનાસાવર ગામ વર્ષોથી ચોમાસામાં શેત્રુજી નદીના રેલમછેલ પૂર પ્રકોપથી ખેતીપાકો તબાહ થતા આવ્યા છે ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપ અગ્રણી મનુભાઈ ડાવરાએ જુનાસાવર વાસીઓના ખેડૂતોની ફળદ્રુપ જમીનો પર શેત્રુજી નદીનું પાણી ફરી વળતાં હોય ને ખેતીપાક સાથે ખેતીની જમીન પણ ધોવાઈ જતી હોવાથી ધારાસભ્ય મહેશભાઇ કસવાલા સમક્ષ રજૂઆત કરીને જૂનાસાવર ગામની પૂર સંરક્ષણ દિવાલ મજબૂત બને તો પુર પ્રકોપના ભોગથી બચી શકાય. જેથી ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ અધિકારીઓને સાથે રાખીને જૂનાસાવર ગામની સ્થળ તપાસ કરી અને જાતે સર્વે કર્યો ને ખેતીપાક ને થતી નુકશાની સાથે ખેડૂતોની ધોવાઈ જતી મહામૂલી જમીનોની જાત તપાસ બાદ ધારાસભ્ય કસવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને જૂનાસાવર ગામે દર ચોમાસે ખેડૂતોને પડતી યાતનાઓ અંગે રજૂઆત કરતા સરકાર માંથી રૂ. 9.11 કરોડની રકમથી પૂર સંરક્ષણ દિવાલ બનાવવાની સૈધાંતિક મંજૂરી મળતાં જૂનાસાવર ગામે ખેડૂતોમાં હર્ષોલ્લાસ છવાયો છે.
1985 માં ભારે પૂર પ્રકોપથી જૂના સાવર ગામમાં પૂરના પાણી ઘુસ્યા હતા ને ગામ વેરાન થઈ ગયેલું બાદ આજદિન સુધી દર ચોમાસે શેત્રુજી નદીમા પૂર આવે ને જૂનાસાવર વાસીઓના જીવ તાળવે ચોંટી જતા હતા પણ હવે સરકાર માંથી રૂ. 9.11 કરોડની પૂર સંરક્ષણ દીવાલની સૈધાંતિક મંજૂરી મળતાં ધારાસભ્ય મહેશ કસવાળાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. જ્યારે જૂનાસાવરના ખેડૂતોએ વર્ષોથી પીડાતા પ્રશ્નનું નિરાકરણ આવવાની આશાનું કિરણ પર સરકારે પ્રકાશ પાડીને 9.11 કરોડ મંજૂર કરતા ખેડૂતોના હિમાયતી ધારાસભ્ય કસવાલા પર અભિનંદનની વર્ષા થઇ રહી છે તો ભાજપના તાલુકા પ્રમુખ જીવનભાઈ વેકરીયા અને મનુભાઈ ડાવરા અને જૂના સાવરના ઉત્સાહી સરપંચ કલ્પેશ કાનાણી ની જૂનાસાવર ગામ પ્રત્યેની સહાનુભૂતિ અંગે હર્ષ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો તેમ સત્વ અટલ ધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.