હિન્દ ન્યુઝ, ભરૂચ
નાગરિકોની સુરક્ષિત અવરજવર માટે ક્ષતિગ્રસ્ત રસ્તાઓની તાત્કાલિક દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી.
ભરૂચ, નેત્રંગ, ઝઘડિયા, વાલિયા અને અંકલેશ્વર તાલુકામાં ભારે વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક દુરસ્તીકરણ કરવામાં આવી રહ્યું છે; તેમજ કાદવ-કચરાની સફાઈ, સાઈડ શોલ્ડરનું પુરાણ અને નાળાઓની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
