રાજકોટ શહેર દર્શન એન્જિનિયરિંગ કોલેજનાં ડિપ્લોમા મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીએ ફીલીંગ મશીન બનાવ્યું છે

રાજકોટ,

 

રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત દર્શન એન્જિનિયરિંગ કોલેજનાં ડિપ્લોમા મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં સેમેસ્ટર-૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થી, વિવેક.એમ.પીઠડીયા. કે જેમને તેમના માર્ગદર્શક પ્રોફેસર હાર્દિક.એચ.કવા ના માર્ગદર્શન હેઠળ, “વર્કિંગ મોડેલ ઓફ ઓટોમેટિક બોટલ ફીલીંગ મશીન” બનાવ્યું છે. આ મશીનમાં બોટલ ભરાય છે, બોટલમાં તેનુ ઢાંકણુ ઢંકાઈ ટાઇટ થાય છે, અને બોટલઓ સ્ટોરેજ પણ થાય છે. તેમા દર ૬.૫ સેકન્ડમા એક બોટલ તૈયાર થઈને બહાર નીકળતી જણાય છે. આ મશીનમાં ૨૦૦ML થી ૪૫૦ML સુધીની બોટલ ભરવા ની ક્ષમતા છે.

આ મશીન મા P.L.C, H.M.I, સેન્સર, સ્ટેપર મોટર અને ન્યુમેટીક સિસ્ટમનો ઉપયોગ કરેલ છે. તેમા વિદ્યાર્થીએ પોતે જાતે જ મશીનના પાર્ટસ, ઓટોમેશન માટેનુ પ્રોગ્રામિંગ તથા પેનલ વાયરીંગ કરી ને ૪ મહીનામાં પ્રોજેક્ટ બનાવ્યો છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment