દોડીપાડા-બરડા રોડ પર વરસાદથી થયેલા લેન્ડસ્લાઇડનું માત્ર બે દિવસમાં પુરાણ કરી વાહન વ્યવહાર સુગમ બનાવાયો 

હિન્દ ન્યુઝ, ડાંગ 

 ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પરિણામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હેઠળના ગ્રામ્ય વિસ્તારના દોડીપાડા – બરડા રોડ પર રસ્તાની ધાર પર જમીન ધસી પડવાની ઘટના બની હતી. જેને કારણે રસ્તાની બાજુમાં આશરે ૨૦ થી ૨૫ મીટર જેટલી ઊંડી ખાઈ જેવી જોખમી સ્થિતિ નિર્માણ પામી હતી.

આ ઘટના અંગે જાણ થતાં જ પંચાયત માર્ગ અને મકાન વિભાગ, ડાંગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં યોગ્ય મશીનરી અને પૂરતા પ્રમાણમાં મટીરિયલનો ઉપયોગ કરીને રસ્તાની સાઇડનું સફળતાપૂર્વક પુરાણ કરી દેવામાં આવ્યું છે.

તંત્રની ત્વરિત અને અસરકારક કામગીરીના કારણે સંભવિત અકસ્માત નિવારી શકાયો અને માર્ગ પર વાહન વ્યવહાર પુનઃ સુરક્ષિત તેમજ સુગમ બનાવી દેવામાં આવ્યો છે. રસ્તો પૂર્વવત શરૂ થઈ જતાં સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓએ તંત્રની કામગીરીની સરાહના કરી હતી.

Related posts

Leave a Comment