સ્વચ્છ કૉલેજ – સુંદર લીલીયા” તરફ એક સશક્ત પગલું! 

હિન્દ ન્યુઝ, અમરેલી

આગામી ૧૫મી ઓગસ્ટે અમરેલી ખાતે યોજાનાર રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીને અનુલક્ષીને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયા મોટા ખાતે તા. ૧થી ૧૪ ઓગસ્ટ દરમિયાન વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

🧹 કેમ્પસ, રમતગમત મેદાન અને શૈક્ષણિક પરિસરની સઘન સફાઈ

♻️ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ તરફ અસરકારક પહેલ

🌱 જૈવિક કચરામાંથી સેન્દ્રીય ખાતર નિર્માણ

🤝 NSS, NCC અને ઇકો ક્લબના વિદ્યાર્થીઓનો ઉત્સાહભર્યો સહભાગ

સ્વચ્છતા માત્ર અભિયાન નહીં, પરંતુ જવાબદારી છે. આવો, સૌ સાથે મળીને “સ્વચ્છ કૉલેજ- સુંદર લીલીયા”ના સંકલ્પને સાકાર કરીએ.

Related posts

Leave a Comment