ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે પશુ મૃત્યુ સહાય અંતર્ગત ત્રણ પશુપાલનોને ચેક અર્પણ

હિન્દ ન્યુઝ, ડાંગ 

   તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે ડાંગ જિલ્લામાં વ્યાપક સર્વે હાથ ધરીને અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરીને ભારે વેગ આપવામાં આવ્યો છે. ગત દિવસોમાં ડાંગ જિલ્લાની નદીઓમાં ભારે પૂરની પરિસ્થિતિમાં કુદરતી આપત્તિના કારણે પશુહાનિ ભોગવનાર ત્રણ પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલ કુલ રૂ. ૧૦૧૫૦૦ સહાયના ચેકનું, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. વિજયભાઇ પટેલે સૌ પશુપાલકોને રૂબરૂ મુલાકાત કરી સાંત્વના પાઠવી સહાયનો ચેક અર્પણ કર્યો હતો. 

આ પશુપાલકોમાં આહવા તાલુકાના મોગરા ગામના અનદભાઇ પવાર, ઘવલીદોડ ગામના ઉલસભાઇ જાદવ અને જામલાપાડા ગામના શંકરભાઇ મહાલાને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુન્દા ગામના સુરેશભાઇ ધૂમને કેટલ શેડના રૂ ત્રણ હજારની પણ ચુકવણું કરવામાં આવ્યું હતું. ગત દિવસોમાં ઘોઘલી ગામના ૧૨ પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલી કુલ રૂ. ૭,૫૪,૫૦૦ની સહાયના ચેકનું પણ વિતરણ કરી દેવામાં આવ્યું છે. 

 

Related posts

Leave a Comment