પ્રભાસ પાટણ ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   જિલ્લા શિક્ષણ તાલિમ ભવન ગીર સોમનાથ દ્વારા ‘જિલ્લા વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ-૨૦૨૩’નું જિલ્લા કક્ષાનું આયોજન તા.૪,૫ અને ૬ દરમિયાન શ્રી ધર્મભક્તિ લોક વિજ્ઞાન કેન્દ્ર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસપાટણ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકાઓના પ્રાથમિક વિભાગમાંથી ૩૦ કૃતિઓ અને માધ્યમિક વિભાગમાંથી ૩૦ એમ કુલ ૬૦ કૃતિઓ આવી હતી.

            તા.૦૫ ડિસેમ્બરના રોજ નિર્ણાયકો દ્વારા કૃતિઓ નિહાળી અને નિર્ણય નક્કી કરેલ તેમજ ૪૫ જેટલી શાળાઓના આશરે ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શની નિહાળી હતી. આ તકે વિજેતા તમામ શાળાઓને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહિત આપીને સન્માન કરાયું હતું.

આ તકે જિલ્લા શિક્ષણ અને તાલિમ ગીર સોમનાથના પ્રાચાર્ય પંપાણિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.ડી.અપારનાથી તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ભરતભાઈ મેસિયા, સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી, ધર્મભક્તિ લોકવિજ્ઞાન કેન્દ્રના કન્વીનર નરેશભાઈ ગુંદરણિયા, બી.આર.સી.કો.ઓ સંદિપભાઈ સોલંકી સહિત ૧૨૦ બાળ વૈજ્ઞાનિકો અને ૬૦ કરતાં વધુ માર્ગદર્શક શિક્ષકોએ હાજરી આપી હતી.

Related posts

Leave a Comment