હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ કેમ્પેઇન-૨૦૨૩નો તા.૨ ડીસેમ્બરના રોજ રાજ્ય વ્યાપી શુભારંભ થયો હતો. જે અંતર્ગત વેરાવળ એસ ટી બસ સ્ટેશન ખાતે એસટી બસ અને બસ સ્ટેશનમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવા શુભ હેતુસર જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ અંતર્ગત બસોમા તેમજ એસટી ડેપો ખાતે ડસ્ટબીન મૂકવામાં આવ્યા હતા તેમજ બસમાં મુસાફરો વાંચી શકે તે પ્રમાણે સ્વચ્છતા જાળવવા માટેના સ્ટીકર લગાડવામાં આવ્યા હતા.
ઉપરાંત વેરાવળ ડેપોની સાફ-સફાઇ કરીને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.તેમજ ડેપો મેનેજર દિલીપભાઈ શામળાએ જણાવ્યુ હતું કે, બસ સ્ટેશનમાં ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ અભિયાન અંતર્ગત શેરી નાટકો, વોલ પેઈન્ટિંગ સહિતના સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરતા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામા આવશે અને બસ સ્ટેશન અને એસટી બસો પ્લાસ્ટિકમુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે.
આ કાર્યક્રમમાં વેરાવળ એટીઆઈ દયારામભાઇ મેસવાણીયા તેમજ વેરાવળ એસટી નિગમના કર્મચારીઓ અને કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.