ભટી ના સાધનો તથા વોશ સાથે આરોપીને પકડતી વિઠલાપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, વિરમગામ

વિરમગામ ખાતે પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય તથા પોલીસ અધિક્ષક ડો. લવિનાં સિન્હા વિરમગામ વિભાગ, અમદાવાદ ગ્રામ્ય વિરમગામ ડિવિઝન વિસ્તારમાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ રહે તે સારું કરેલ સૂચના અનુસંધાને આજરોજ અમો પો.સ. ઇન્સ્પેક્ટર એમ એ.વાઘેલા તથા સ્ટાફ ના એ. એસ.આઈ વિક્રસિંહ ભાગવત તથા રાજુભાઈ માફાભાઈ તથા અ.પો.કો. જયેન્દ્રા સંતુભા તથા પો.અ.પો.કો. સંજયભાઈ શામજીભાઈ તથા અ.પો.કો હરેશભાઈ કમાભાઇ તથા ડ્રા.અ.પો.કો. જીગ્નેશભાઈ ગુણવંતભાઈ વગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કાચરોલ ગામે આવતા દ્રા.અ.પો.કો. જીગ્નેશભાઈ ગુણવંતભાઈના ઓને ખાનગી રાહે બાતમી ની હકીકત મળેલ માહિતી આધારે કાચરોલ ગામની સીમમાં આવેલ કારી ખારી તલાવડી ની પાર ઉપર કાચરોલ ગામના મોતીજી કરસનજી ઠાકોર ના ઓ દેશી દારૂ ગાળવાના સાધનો સહિત કુલ ૧૪ કેરબા કુલ 700 લીટર, જેની કિંમત રૂ. 1400 તેમજ એક ચટવો જેની કિંમત રૂ 0 મુદ્દામાલ મળીને, કુલ રૂપિયા 1400 ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન પકડી પાડેલ પ્રોહિબિશન ધારાની મુજબ ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.

રિપોર્ટર : નસીબ ખાન, વિરમગામ

Related posts

Leave a Comment